Editors Choice

3/recent/post-list

Surat(mangarol): ઓગણીશાના બણભાડુંગરપર આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી.

Surat(mangarol): ઓગણીશાના બણભાડુંગરપર આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી.



ચાલુ વર્ષે ખેતીમાં સારી ઉપજ માટે ડુંગર દેવના સ્થાનક પર પ્રાર્થના કરાઈ.

          સુરત જિલ્લાના ઉમરપાડા-માંગરોળ- માંડવી સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આ વિસ્તારોમાં આજે પણ આદિવાસી સંસ્કૃતિ અને રીતભાત જીવંત રાખવા માટે સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અખાત્રીજ પછીની પાંચમના દિવસે આ ઉત્સવ ઉજવાય છે. સોમવારે સમાજના લોકોએ બણભા ડુંગર પર ઉત્સવ ઉજવ્યો હતો. આ તકે દેવતાઓને ખેતીમાં સારી ઉપજ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. માંગરોળ- માંડવી-ઉમરપાડા તાલુકાના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ઉપરોક્ત સ્થળે એકત્રીત થઈ ડુંગર દેવના થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપ અર્પણ કરી હતી. માંગરોળ તાલુકાના ઓગણીશા ગામે આવેલા બણભાડુંગર પર જિલ્લામાંથી આદિવાસી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરી વિસ્તારમાં વસતા અનેક મુળ વતનીઓ પણ ઉત્સવમાં સહભાગી થયા હતા.

Post a Comment

0 Comments