Editors Choice

3/recent/post-list

નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ટીમની અનોખી પહેલ.

 

નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજની ટીમની અનોખી પહેલ.

નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડૉ. નિરવ પટેલની ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ડૉ. નિરવ પટેલના મિત્ર મનીષ શેઠ દ્વારા નશ્વર દેહને ઓઢાડવા 'અંતિમ જોહાર' લખેલું કફન બહાર પાડવામાં આવ્યું છે. જે માત્ર આદિવાસી જ નહીં કોઈપણ સમાજના પ્રકૃતિમાં વિલીન સ્વજનો માટે મા પ્રકૃતિના અંતિમ પડાવ તરફ લઇ જતી વખતે નશ્વર દેહને ઓઢાડવા ઉપયોગમાં લઇ શકે છે. 

આદિવાસી સંસ્કૃતિની પરંપરા અનુસાર પ્રકૃતિ માતાના આદર સત્કાર માટે ' જોહાર 'શબ્દનો  ઉપયોગ ઝારખંડ, મધ્યપ્રદેશ, જેવા આદિવાસી વિસ્તારના લોકો અભિવાદન માટે કરે છે. આપણાં ભારતનાં હાલનાં માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ એ જ્યારે શપથ ગ્રહણ વખતે 'જય જોહાર ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે આપણે આપણી જાતને ઉચ્ચ બતાવવામાં ' જોહાર ' બોલવામાં શરમ સંકોચ અનુભવીએ છીએ.

પરંતુ  તેનો મતલબ 'સર્વનું કલ્યાણ કરનાર મંગલમય પ્રકૃતિ' જેમાં તમામ જીવ-નિર્જીવ બધાનો સમાવેશ થાય છે. 

           સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાની ટીમ દ્વારા ખેરગામમાં  ચિંતુબાનો છાંયડો હોસ્પિટલમાંથી વિનામુલ્યે આપવામાં આવશે.

                     માનવ (હોમો સેપિયન્સ) શરીર પાંચ તત્વોથી બનેલું છે. તેથી મૃત્યુ પછી માણસ "પાંચ તત્વોમાં ભળી જાય છે".ભારતમાં દક્ષિણ રાજસ્થાનના ભીલો આદિવાસી" "11માં, 12 માં" ના દિવસે બધા સગા સંબંધી, મિત્રો,  કુટુંબીજનો સૌ સાથે મળીને પૂર્વ તરફ હાથમાં ચોખા લઈને લાઈનમાં ઊભા રહી મૃતકને ‘જોહાર’ કહેવા સાથે અંતિમ વિદાય એટલે કે પ્રકૃતિને  સમર્પિત કરે છે. અને પ્રકૃતિને પ્રાર્થના કરે છે કે "આ વ્યક્તિને તમારામાં સમાવી લો.  કારણ કે આ સજીવ તે તમારો ભાગ હતો. હવે પછી તે પૂજાને લાયક બને અને જેના દ્વારા પ્રેરણા લઈ શકાય."

ઉપરોક્ત અંશ :  apnalohara.com પરથી લેવામાં આવ્યા છે. 'જોહાર ' શબ્દને સમજવા માટે આ અંશનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Post a Comment

0 Comments