Editors Choice

3/recent/post-list

રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશન શોમાં કેમ્બો એવોર્ડથી સન્માનિત.

              

રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશન શોમાં કેમ્બો એવોર્ડથી સન્માનિત.

ચીખલી સર્કિટ હાઉસ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશનશોમાં કેમ્બો એવોર્ડ વિજેતાનું સન્માન કરાયું.

રાનકુવાનાં પ્રીતિ પટેલને ધ એશિયન બિગેસ્ટ બ્રાઇડલ ફેશનશોમાં કેમ્બો એવોર્ડ મળતા નવસારી મહિલા કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ માટે વસ્ત્ર શૃષારનું અનેરું મહત્વ છે. ત્યારે સુરતનાં સરથાણામાં દુલ્હન શૃંગાર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી ૭૫૦ બ્યુટીશીયનએ ભાગ લીધો હતો અને પોતાના કૌશલ્ય થકી એક કલાકનાં સમયગાળામાં દુલ્હનને તૈયાર કરી હતી. જેમાં રાનકુવામાં પરીરૂપ બ્યુટીપાર્લર ચલાવતી અને ચીખલી તાલુકાના બામણવેલ ગામના કલવાચ ફળીયામાં રહેતી પ્રીતિબેન રશ્મિકાંત પટેલે ભાગ લીધો હતો. અને રાનકુવાની યુવતીને દુલ્હનનો શૃંગાર કર્યો હતો. જેને કેમ્બો એવોર્ડ એનાયત કરાયો હતો.

આ સ્પર્ધામાં ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ, મહિમા ચૌધરી અને ટીવી કલાકાર પારુલ ચૌહાણનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા. જેને લઇ ચીખલી પંથકમાં ખુશી વ્યાપી ગઈ હતી ત્યારે આજરોજ ચીખલી સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રીતિબેન પટેલનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ત્યારે પ્રીતિબેન પટેલને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. 


Post a Comment

0 Comments