Editors Choice

3/recent/post-list

જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

     


તારીખ : ૨૮-૧૦-૨ ૦૨૩નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. 

શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ આયોજિત રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.જેમાં ખેરગામ તાલુકાનાં વિવિધ ગામોનાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.  ખેરગામના કથાકાર પ.પૂ. પ્રફુલ શુક્લ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા.  સૌ પ્રથમ પીપલગભાણનાં રક્તદાતાશ્રી પ્રતીક એચ દેસાઈએ  રક્તદાન કર્યું.

રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવન બચે છે. દર વર્ષે લાખો લોકોને લોહી ચઢાવવાની જરૂર પડે છે. કેટલાકને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે. ક્યારેક અકસ્માત બાદ પણ ઈમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે. રક્તની વ્યવસ્થા ન થવાને કારણે ઘણાં વ્યક્તિઓના જીવ ગુમાવ્યાનાં સમાચાર મીડિયામાં અવારનવાર સાંભળવા મળે છે.

હવે લોકો રક્તદાનનું મહત્વ સમજવા લાગ્યાં છે. ત્યારે "રક્તદાન એ મહાદાન છે." એ  ઉકિત સાર્થક કરતાં સમાજ સેવાનું ભગીરથ કાર્ય શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામે ઉપાડ્યું છે. આ મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ એક શિક્ષણના જીવ છે. અને સાથે સાથે સમાજસેવા સાથે પણ સંકળાયેલા છે. રક્તનું મહત્વ કેટલું છે તે તેમણે જીવનમાં અનુભવ્યું છે. લોકોને રક્તની વ્યવસ્થા માટે લાચાર વ્યક્તિઓને જોયા છે. 

ત્યારે દરેક સમાજના લોકોને આ તકલીફ ન પડે અને સરળતાથી રક્ત ઉપલબ્ધ થાય અને સારવાર કરાવી શકે એ શુભ હેતુસર તેમણે મંડળના તમામ  હોદ્દદારો તથા શાળાનાં આચાર્ય ચેતન કે. પટેલ સહિત શાળા પરિવારને સાથે રાખી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અને સવારે ૯:૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક દરમ્યાન ૫૦ યુનિટ રક્ત એકઠું  કર્યું. આમ તો ૧૫૦  કરતાં વધુ યુનિટ રક્ત ભેગુ થાય છે પરંતુ આ ખેરગામ વિસ્તારમાં થોડા થોડા સમયાંતરે બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા રહેતા હોય છે.જેને કારણે આ વખત રક્તદાતાની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.

આ પ્રસંગે ખેરગામના કથાકાર પ. પૂ. પ્રફુલ શુક્લ, આમંત્રિત મહેમાનો, જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, ચેરમેનશ્રી શશીકાંતભાઈ એ. પટેલ, મંત્રીશ્રી  મુસ્તનશીર એન. વ્હોરા, મંડળના સભ્યો, વેપારી મંડળના પ્રમુખશ્રી અમ્રતભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ડૉ. ગુલાબભાઈ પટેલ, ખેરગામના પત્રકાર મિત્રો,શાળા પરિવાર ઉપસ્થિત રહ્યાં હતા.




Post a Comment

0 Comments