Editors Choice

3/recent/post-list

ઉનાઈ ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  

ઉનાઈ ખાતે  આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૮-૧૧-૨૦૨૩નાં દિને વાંસદાના ઉનાઈ ખાતે ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષ સ્થાને આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના હજારોની સંખ્યામાં લોકો કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં આદિવાસી અવનવી વાનગીઓના સ્ટોલ તેમજ આદિવાસી સમાજના ઓજારો, પરંપરાગત વાસણો સાધનો તથા વાજિંત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમજ આદિવાસી સમાજના આગેવાનોનું જીવન ચરિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજના દેવી-દેવતાઓના ચિત્ર મુકવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં ક્વાંટની વસાવા કૃતિ, કુકણા સમાજની ડાંગી કૃતિ, ઘોડિયા સમાજનો જોહર નૃત્ય, ચૌધરી સમાજ, ગામીત સમાજ વગેરે કૃતિઓએ રંગ જમાવ્યો હતો.





Post a Comment

0 Comments