તાપી જિલ્લાની આદિવાસી યુવતી બની બોલીવુડની મિસ વિનર.
દિલ્હી ખાતે બોલીવુડ દ્વારા એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાની લોટરવા ગામની સોનલ ચૌધરીએ ક્રાઉન પ્લાઝા દિલ્હી ખાતે બોલીવુડ દ્વારા યોજાયેલ એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોડલિંગ અને ડાન્સમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. અને મિસ વિનરની પદવી પ્રાપ્ત કરી હતી. આયોજકો દ્વારા સોનલ ચૌધરીનું સન્માન કરાયું હતું. દિલ્હી ખાતે બોલીવુડ દ્વારા મિસ વિનર અને એવોર્ડ ફંક્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં અનેક કલાકારોએ ભાગ લીધો હતો ગુજરાતની તાપી જિલ્લાની વ્યારા તાલુકાના લોટરવા ગામની સોનલ ચૌધરીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં મોડલિંગ અને ડાન્સમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને બોલીવુડ ની મિસ વિનર બની હતી આ પદવી થી સોનલ ચૌધરીએ પરિવાર તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.
0 Comments