Editors Choice

3/recent/post-list

ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ઉમરગામના ડેહલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.


ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં ઉમરગામના ડેહલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ઝરીપાડા ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબ આંબેડકર અને ક્રાંતિકારી બિરસામુંડાની ફૂલહાર ચઢાવી આદિવાસી જન જાગૃતિ અને સાસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

સ્થાનિક યુવાનો સંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ અને આગેવાનો દ્વારા આદિવાસી વિસ્તારમાંથી જળ જંગલ જમીનને નુકશાન કરતા વિવિધ વિનાશકારી પ્રોજેક્ટ જઈ રહ્યા હોય એની સામે એક જૂથ થઈ લડવાની હાંકલ કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં મહા રૂઢિગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, માજી જિલ્લાપંચાયત સભ્ય જયશ્રીબેન પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ,મોહના કાઉંચાળી ગામના સરપંચ દેવું મોકાસી, તાંબાડી ગામના સરપંચ ભાઈલું ભાઈ, વાંકલ ગામના સામાજિક આગેવાન રાકેશ પટેલ, ધર્મેશ પટેલ,ધરમપુર બિરસબ્રિગના તરલ પટેલ અને સાથી મિત્રો, ચરી ગામના હિરેન પટેલ અને સાથી મિત્રો,ધેજ ગામના રાકેશ પટેલ અને સાથી મિત્રો,ધરમપુર નગરપાલિકા માજી કોર્પોરેટર ધીરજ પરેલ, વકીલ અજિત ગરાસિયા, રોહીના ગામના આગેવાન ભાવેશ પટેલ,કમલેશ પટેલ, રવિ પટેલ,અવિનાશ ભાઈ અબાચ,અને મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો,વડીલો માતાઓ, બહેનો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments