Editors Choice

3/recent/post-list

સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા હજી જીવંત રહી છે.

  

સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા હજી જીવંત રહી છે.

ડાંગ જિલ્લાના સાપુતારાના નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય જીવંત છે. આદિવાસીઓમા ડુંગર દેવની પૂજા આખા વર્ષ દરમિયાનની મહત્વની પૂજા હોય છે. જેમા માગસર પુનમ પહેલા ૧૫ થી ૨૦ દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગરદેવનો પુજારી હોય છે. 

ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને વહેલી સવારે ફરજિયાત નાહવું પડે છે. તેમજ દિવસમા એક વાર જમવાનું હોય છે. મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું. કૂદવાનું હોય છે. વારા આવવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવું પડે છે.વારો આવતા જ દેવનું નામ લેવાનું ચાલુ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગરદેવના નામે રોપેલા સ્થભ પાસે જઈને ગોળ ફરતાં નાચવા લાગે છે. 

જયારે તેમની સંખ્યા વધી જાય ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. આને ડાંગી ભાષામા સુડ પડયો એમ કહેવામાં આવે છે. ભાયા કાર્યક્રમમા ડુંગરદેવના નામથી નારા બોલાવવામાં આવે છે. જેને ભૂતનો વારો આવે અગ્નિદેવનો વારો આવે તે વ્યક્તિ બળતા લાકડા ખાય છે. અંગારા પર નાચે છે. ભાયા નાચ વખતે પાવરી વાગે છે અને ઢોલનો તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયાનૃત્ય થાય છે. 

ડુંગરદેવની રમત ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી. આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભક્તો આવે છે. જેને પવન આવતો હોય એવા રમતવીરો પણ ભાયા રમવા આવે છે. ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે. ત્યાર પછી બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે.



ડાંગી આદિવાસી લોકો માટે ડુંગર દેવની પૂજાનું અનેરું મહત્વ

ડાંગી આદિવાસીઓમાં ડુંગરદેવનું મહત્વ ઘણું છે. ડુંગરદેવ બે રીતે કરવામાં આવે છે. એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલી કોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે, બીજું ઘરમાં ધન- દોલત અનાજ-પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે. પુજામાં ફક્ત પુરુષો જ ભાગ લઇ શકે છે ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. જ્યારે ભાયા થાય છે. ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ભાયા કાર્યક્રમે ડાંગી આદિવાસીઓ માટે ડુંગરદેવની શ્રદ્ધાનો કાર્યક્રમ છે.

Post a Comment

0 Comments