Editors Choice

3/recent/post-list

ધોડિયા સમાજના અગ્રણીઓ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન.

    


દાદરા નગર હવેલીના ખડોલી ગામે ધોડીપાડા વિસ્તારમાં ધોડિયા સમાજના અગ્રણીઓ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ચાર ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆતમા આ મહિલાઓ દ્વારા ઉપસ્થિત મહમાનોનુ તુર થાળી પર નાચી સ્વાગત કરવામા આવ્યુ હતું.

ટુર્નામેન્ટમા ફાઇનલમા સ્મિતા ઇલેવન અને સવિતા ઇલેવન આવી હતી જેમાથી સ્મિતા ઇલેવન ફાઇનલમા વિજેતા બની હતી અને સવિતા ઇલેવન રનર્સઅપ રહી હતી આ બન્ને ટીમને ટ્રોફી અને પ્રોત્સાહિત ઇનામ આપવામા આવ્યા હતા. ધોડિયા સમાજના અગ્રણી ઉત્તમભાઈ પટેલ, મોહનભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ, શૈલેષભાઇ, ધનશ્યામભાઇ પટેલ તથા સ્થાનિક અગ્રણીઓના સહકારથી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

Post a Comment

0 Comments