Editors Choice

3/recent/post-list

વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

  

વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તા.27/12/2023નાં દિને શ્રીજી ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકલ ખાતે જેટકો વાપી ડિવિઝન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીમના કેપ્ટનને સંવિધાન ની બુક આપવામાં આવી

 સતત 6 ઠી વખત જેટકોના આઉટસોર્સિંગના કર્મચારીઓમાં એક બીજા પ્રત્યે પરિચય થાય ભાઈચારો વધે એ હેતુ થી જેટકો વાપી ડિવિઝન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 ટીમો એ ભાગ લીધો હતો.

જેમાં 220 KV બલીઠા વિજેતા રહી હતી જેને ભારત દેશનું બંધારણ(સંવિધાન) ટ્રોફી  આપવામાં આવી હતી.

અને 220 KV ભિલાડ રનર્સઅપ રહી હતી જેને ભારત દેશનું બંધારણ(સંવિધાન) અને ટ્રોફી આપવામાં આવી હતી.

જ્યાં વી.વી.શાહ  કાર્યપાલક ઈજનેર વાપી ડીવીઝન,DE એ.આર,પટેલ,DE સંદીપ ભાઈ,J Eજગદીશ ભાઈ રાવત ધરમપુર,J Eપ્રફુલભાઈ ચૌધરી  કપરાડા,J E સંદિપ પટેલ  અતુલ,હાજર રહ્યા હતા અને આયોજક મિત્રો અલ્કેશભાઈ પટેલ,ઉપેન્દ્ર પટેલ સુપર વાઈઝર સુજ્ઞેશ વાઢુએ  આમંત્રિત મહેમાનોનું બહુમાન કર્યું હતું તે બદલ હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments