Editors Choice

3/recent/post-list

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

               

Khergam (Raghva faliya, vav) :ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન યોજાયું.

તારીખ : ૧૦-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના રાઘવા ફળિયા (વાવ) ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ સંમેલન યોજાયું હતું. જેમાં આ શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકોમાં મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલ તેમજ ગામના માજી સરપંચશ્રી બચુભાઈ પટેલ, એસ.એમ.સી.અધ્યક્ષશ્રી પંકજભાઈ પટેલ, ગામના નિવૃત્ત શિક્ષકશ્રી તથા એસ એમ.સી.નાં શિક્ષણવિદ્દ વિષ્ણુભાઈ પટેલ, એસ.એમ.સી.પ્રો. સભ્ય કૈલાશબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

આ શાળામાં અભ્યાસ કરી અત્યારે જે તે વ્યવસાયમાં સેટ થયેલ ભુતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીજ્ઞેશભાઈ પ્રધાન, યોગેન્દ્રભાઈ પટેલ, ડૉ. મહેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, કૈલાશબેન પટેલ, કલ્પનાબેન પટેલ, પંકજભાઈ પટેલ, અને મનીષભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મળેલ માહિતી મુજબ આ શુભ વિચાર જીજ્ઞેશભાઈ પ્રધાન અને પંકજભાઈ પટેલને આવતા તેમણે તેમના સાથે અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા ઉપરોક્ત તમામે સહમતી દર્શાવી હતી જેના ફળસ્વરૂપે આ સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમની શુભ શરૂઆત સરસ્વતી માતાની તસ્વીર પાસે સદર શાળાનો પાયો નાખનાર નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી વનુબેન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. ત્યારબાદ પ્રાથમિક બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં કરાયા હતા. ઉપસ્થિત  મહેમાનો અને નિવૃત્ત શિક્ષકોનું  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત શાળાનાં આચાર્યશ્રી કિરણભાઈ પટેલ અને મીનાક્ષીબેન પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ  ભૂતકાળના દિવસોને આજે આ મંચ પર તાજા કર્યા હતા. બાળપણના મિત્રો આજે ફરીવાર એક મંચ પર મળતા તેમના માનસપટ પર ચલચિત્રની માફક વિચારોનું મોજું ફરી વળ્યુ હશે! જ્યારે વનુબેનનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ ભાવુક બની તેમની આંખમાંથી આંસુની ધારા વહી હતી. આમ પણ વનુબેન પહેલેથી માયાળુ, લાગણીશીલ, બીજાના દુઃખે દુઃખી થવું એ તો તેમનાં  જીવન સાથે વણાયેલી બાબત છે. શિક્ષક માટે  સૌથી મોટું સન્માન અને એવોર્ડ આજ છે. શાળામાં થયેલ સંસ્કારોનું સિંચન,લાગણી, પ્રેમ હૂંફ આજે ૧૯૯૫નાં વર્ષના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોનું સન્માન કરવા માટે આજે તેઓ ભેગા થયા હતા. 

આ સમયે નિવૃત્ત શિક્ષકશ્રી મોહનભાઈ પટેલ અને વનુબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હોય તે સમયે તેમને પણ તેમના મનોજગતમાં આ ભુતપૂર્વ વિદ્યાર્થીઓની બાળપણની તસ્વીર સાથે તેમની પસંદ, નાપસંદની જૂની યાદો ફરી જીવંત થઈ હશે. આજનો આ પ્રસંગ ભાવુકતા સાથે આનંદનો પણ હતો.

ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાનાં દરેક વિદ્યાર્થીઓને બક્ષિશ આપવામાં આવી હતી. તેમજ પ્રિતિભોજનની વ્યવસ્થા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. શાળા માટે આજનો દિવસ યાદગાર બની રહેશે.









Post a Comment

0 Comments