Editors Choice

3/recent/post-list

Tapi: ઉચ્છલ તાલુકાની મા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓએ સુરત ખાતે યોજાયેલ ૫૦મી એટલેટીક મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

  


તાપી જિલ્લાનું ગૌરવ:

Tapi: ઉચ્છલ તાલુકાની મા દેવમોગરા કોલેજના વિદ્યાર્થીઓએ સુરત ખાતે યોજાયેલ ૫૦મી એટલેટીક મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

જગદીશ ગામીતે બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જ્યારે અન્ય વિદ્યાર્થીએ ઉંચીકૂદમાં તૃતીય ક્રમે સ્થાન મેળવ્યું.

માહિતી બ્યુરો, તાપી. તા.21:  ઉચ્છલની મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ,જિલ્લો તાપીના કુલ ૧૮ ભાઈઓ અને બહેનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરત ખાતે તા.૧૫,૧૬ અને ૧૭ દરમ્યાન યોજાયેલ યુનિ.ની ૫૦મી એટલેટીક મીટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.  અને કોલેજના વિદ્યાર્થી જગદીશ ગામીતે બરછી ફેંક સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વિજેતા બની ને ગોલ્ડ મેડલ જીતી તાપી જિલ્લાનું નામ રોશન કર્યું હતું. તેમજ આ જ વિદ્યાર્થીએ ઉંચીકૂદમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તૃતીય ક્રમે સમગ્ર યુનિ.માં વિજેતા બનીને બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લા સહિત ઉચ્છલની સરકારી કોલજનું નામ રોશન કર્યું હતું. કોલેજના આચાર્ય ડો.કલ્યાણીબેન ભટ્ટના સીધા માર્ગદર્શનમાં વર્ષ દરમ્યાન અનેકવિધ રમતગમતોમાં ભાગ લેવડાવી વિદ્યાર્થીઓને વિવિધ રીરે પ્રોત્સાહન આપવામાં આવે છે. કોલેજના આચાર્યશ્રી તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


Post a Comment

0 Comments