Navsari: નવસારી કુંકણા (કુનબી) સમાજનો ૨૪ મો વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
નવસારી : નવસારી કાલિયાવાડી ખાતે આવેલી કુંકણા (કુન્બી) જ્ઞાતિપંચના સુખી ભવન ખાતે કુંકણા સમાજનો વાર્ષિક સામાન્ય સભા મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જ્ઞાતિપંચના પ્રમુખ રમેશભાઈ દેશમુખ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ મંગુભાઇ પટેલે કુંકણા સમાજનો ૨૪ માં વાર્ષિક સમારોહ અવસરે સમાજને સંગઠિત કરનાર તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. સમાજમાં સામાજીક કુરિવાજો, વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, કુંકણા સમાજને અન્ય સમાજની હરોળમાં લઈ જવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. સમાજનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. કોઈપણ સમાજની સેવા ભગવાનની સેવા બરાબર છે તેમ જણાવી કુંકણા જ્ઞાતિપંચના આગેવાનોને સમાજમાં સૌને સાથે રાખી મજબૂત સંગઠન બનાવવા જણાવ્યું હતું.
રાજયપાલએ શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પ્રગતિની પારાશીશી શિક્ષણ છે. વાર્ષિક સમારોહમાં કુંકણા સમાજના આગેવાનોએ સમાજને અન્ય સમાજની હરોળમાં લઈ જવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, શિક્ષણને પ્રાધાન્ય આપવું, સમાજને સંગઠિત કરવા જેવા સમાજોપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
વાર્ષિક સમારોહમાં જુ.કે.જી. લઈ ઉચ્ચતર શિક્ષણ મેળવેલા તેમજ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીયક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને રાજયપાલ તથા મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં સમાજમાં જે કંઈ બાળકોએ ગત વર્ષમાં પ્રગતિ કરી હોય તેમને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યો અને સસ્તા ભાવની દરે નોટબુકનો પણ વિતરણ કરવામાં આવ્યું તથા બાળકોએ પર્યાવરણ જાગૃતા વિષય પાર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે નવસારી શહેરના અગ્રણી હરીશભાઈ મંગલાણી, વલસાડ તથા સુરતના સમાજના અગ્રણીઓ તથા જ્ઞાતિપંચના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
0 Comments