Editors Choice

3/recent/post-list

Vasrai(Mahuva,Surat) : ધોડિયા સમાજ ભવન વસરાઈ (મહુવા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

 Vasrai(Mahuva,Surat) : ધોડિયા સમાજ ભવન વસરાઈ (મહુવા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. 

તારીખ :૦૫-૦૬-૨૦૨૪નાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સુરત જિલ્લાના મહુવા તાલુકા વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે કારોબારી શ્રી દિલીપભાઈ મહેતાના સુંદર વિચાર થકી લોકભાગીદારીથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં (૬૦) નાળીયેરી (મલેશિયન ડ્રાફ્ટ વેરાયટી)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

 સમાજના જાગૃતિ અને કર્મનિષ્ઠ ગ્રામજનો અને  આગેવાનો શ્રી કમલેશભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ, શ્રીમતી સવિતાબેન, શ્રીમુકેશભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી મનોજભાઈ અને શ્રીધ્યેય વગેરે ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

૫, જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ જાળવણીનાં પ્રયાસ રૂપે આજનાં કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેલ તમામનો ધોડિયા સમાજ મંડળ વતી મુકેશભાઈ મહેતાએ  આભાર વ્યક્ત કર્યો હતો.



Post a Comment

0 Comments