Editors Choice

3/recent/post-list

ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી.

  


        તારીખ ૦૯-૦૮-૨૦૨૩નાં દિને ખેરગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી.

સૌ પ્રથમ બિરસા મુંડા સર્કલ પાસે ખેરગામ તાલુકાનાં અલગ અલગ ગામોમાંથી ૧૦ જેટલા ડી.જે. અને તૂર વાજિંંત્ર સાથે લોકો ભેગા થયા હતાં.નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી પ્રમુખ શ્રી નિરવ પટેલ, ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલ, અને  ઉપસ્થિત આદિવાસી નેતાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. ત્યાર બાદ મણીપુર  રાજ્યમાં આદિવાસી સ્ત્રીઓ સાથે થયેલ જઘન્ય ઘટના બાબતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડીજેના  અને તૂરના તાલે નાચગાન કરતા કરતા રેલી કાઢ્વામા આવી હતી. બજારમાં વ્હોરા સમાજ અને શ્રીજી  હોટેલનાં માલિક શ્રી પ્રકાશભાઈ મોદી દ્વારા આદિવાસી નેતાઓને પુષ્પ્માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું. 


              ખેરગામ બજાર થઈને રેલી બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી હતી. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ  કરી રેલી દશેરા ટેકરી પાસે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી આગળ પ્રસ્થાન કરી પાણીખડક ચાર રસ્તા પર આવેલ તાત્યા મામા ભીલ સર્કલ પાસે  તાત્યા મામા ભીલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ઢોલુમ્બર ચાર રસ્તા થઈ આછવણી ગામે રામેશ્વર મંદિરનાં પટાંગણ પર પૂર્ણાહૂતી કરવામાં આવી હતી. અહીં રેલીમાં ઉપસ્થિત સૌ આદિવાસી ભાઈ-બહેનોએ પ્રિતિભોજન કરી છૂટા પડ્યા હતાં. 


     આ પ્રસંગે ખેરગામ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ સાહેબ અને અન્ય પોલીસ સહકર્મીઓનો માનવતાવાદી  ઉમદા સાથ - સહકાર મળ્યો હતો. જે માટે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. નિરવ પટેલ તથા આદિવાસી સમાજના શુભ ચિંતક આશિષ પટેલ અને સમાજનાં આગેવાનો પોલીસ સ્ટાફનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ વખતે આદીવાસી સમાજનાં લોકો પણ સ્વેચ્છાએ પોતાની ફરજ સમજી આ કાર્યક્રમમાં જોડાયા હતાં. અત્યાર સુધીનાં વિશ્વ આદીવાસી દિવસની ઉજવણીમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું. 





Post a Comment

0 Comments